લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઇનના માધ્યમથી દાતા અમેરિકા વાળા પ્રવિનાબેન વાડોરીયાના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત રોકડીયા હનુમાન પરા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ-૮માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે લાયન્સ ક્લબના પ્રમુખ બકુલભાઈ ભટ્ટ, મંત્રી રજનીકાંત ધોરાજીયા, ખજાનચી નંદલાલભાઈ તળાવીયા, જયસુખભાઈ ઢોલરીયા, ગોરધનભાઈ માંદલીયા અને આચાર્ય દિનેશભાઈ વ્યાસ, આનંદભાઈ ભટ્ટ, ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક શીતલબેન દવે તથા સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો.