અમરેલી બિલ્ડર એસોસિએશનની જનરલ બોર્ડ મિટિંગ ભવ્ય આયોજન સાથે યોજાઈ હતી. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપદંડક અને અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, શહેર ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, નગરપાલિકા ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડ, ટીપી શાખાના ચેરમેન ચિરાગભાઈ ચાવડા, કારોબારી ચેરમેન મનીષભાઈ ધરજીયા, બાંધકામ શાખાના ચેરમેન સંદીપભાઈ માંગરોળીયા, બાંધકામ શાખાના પૂર્વ ચેરમેન પીન્ટુભાઇ કુરુંદલે, અમરેલી નગરપાલિકાના સદસ્ય હરીભાઈ કાબરીયા, સંજયભાઈ માલવીયા અને એન્જિનિયર એસોસિએશન પ્રમુખ કિશોરભાઈ જાની તથા વિમલભાઈ રામદેવપુત્રા તથા મનીષભાઈ સુખડિયા તથા એન્જિનિયર મિત્રો, દલાલ એસોસિએશનમાંથી મહેન્દ્રભાઈ પટેલ અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં બિલ્ડર એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ સોળિયાએNOC, BU સર્ટિફિકેટ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને આવનારા ડીપી તથા ટીપી રોડના વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા. તેમણે એસોસિએશન દ્વારા શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરવાની દિશા દર્શાવી. ઉપરાંત વીમા પોલિસી, સેમિનાર અને ગુજરાત ક્રેડાય એસોસિએશન સાથેની ચર્ચા અંગે માહિતી આપી.અતુલભાઈ કાનાણીએ અમરેલીના વિકાસ માટે બિલ્ડર એસોસિએશનની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું અને સહયોગ આપવાની ખાતરી આપી. કૌશિકભાઈ વેકરીયાએ બિલ્ડરોને ગુણવત્તાસભર પ્રોજેક્ટ દ્વારા અમરેલીનું નામ ઉજ્જવળ કરવાની અપીલ કરી. તેમણે બિલ્ડર એસોસિએશનના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા અને તમામ સભ્યોને એકતા સાથે વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી. વિનોદભાઈ રાઠોડે નગરપાલિકા તરફથી જરૂરી સહકાર આપવાની ખાતરી આપી. મિટિંગમાં નવા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું અને આગલા દિવસોમાં એસોસિએશનને વધુ મજબૂત બનાવવા હાકલ કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન મહામંત્રી સંજયભાઈ વાગડિયાએ કરી દરેક કાર્યક્રમ કરવા માટે ખોડલધામ પાર્ટી પ્લોટને ખુલ્લો મુકેલ છે તેવા દીયાળભાઈ સંઘાણીનો પણ આભાર માનેલ હતો. બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ રાજુભાઈ શિયાણી, દીપકભાઈ મહેતા, દયાળભાઈ સંઘાણી અને ખજાનચી હિરેનભાઈ રાસડીયા, જયંતીભાઈ મનાણી, મનસુખભાઈ ચૌહાણ અને સહખજાનચી જયસુખભાઈ દેવાણી, ચંદુભાઈ ખણેચા, મહામંત્રી ચંદુભાઈ વોરા, સંજયભાઈ વાગડિયા, મંત્રી, દિવ્યેશભાઈ તળાવીયા, મહેશભાઈ જાવિયા, સહમંત્રી વિજયભાઈ કાછડીયા, જયસુખભાઈ પાનેલીયા અને સલાહકાર સમિતિ જીગ્નેશભાઈ રામાણી (ડેનીભાઈ), જયંતીભાઈ ડોબરીયા, ભરતભાઈ નવાપરીયા, બ્રિજેશભાઈ સંપટ, સંદીપભાઈ ઉભડા, પારસભાઈ છત્રોલા, જગદીશભાઈ કે. ટાંક, સુધીરભાઈ પોકિયા, ચંદુભાઈ મેતેલીયા, વિપુલભાઈ બાંભરોલિયા, ચુનીભાઇ ગજેરા, મનોજભાઈ વામજા, નરેશભાઈ કાવઠીયા, નરેશભાઈ સાકરીયા, જતીનભાઈ ચંદારાણા અને તમામ સભ્યો હાજર રહ્યા હતા.