ભારત સરકાર દ્વારા ૧લી સપ્ટેમ્બરથી સી.આર.એસ.પોર્ટલ ઉપર સમગ્ર ગુજરાતના જન્મ- મરણનાં ડેટા રૂપાંતર કરવાની કામગીરી ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલ છે. આ કાર્યવાહીનાં કારણે ગુજરાત સરકારનું ઈ-ઓળખ જન્મ-મરણ પોર્ટલ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે, જેનાં કારણે અમરેલી નગર સેવા સદન કચેરીમાં કરવામાં આવતી ઓનલાઈન જન્મ-મરણ પ્રમાણપત્ર તેમજ સુધારા વધારાની કામગીરી ૧લી સપ્ટેમ્બરથી બંધ થયેલ છે. આથી જ્યાં સુધી ભારત સરકારનું જન્મ-મરણ પોર્ટલ કાર્યરત નહીં થાય ત્યાં સુધી કામગીરી આ કચેરીએથી બંધ રહેશે, જેની અમરેલી શહેર, જિલ્લા તેમજ જિલ્લા બહારનાં નાગરિકોએ ધ્યાનમાં લેવી.