ગુજરાત વિધાનસભામાં અમરેલી જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગી માંગતી અરજીનો પ્રશ્ન ઉઠ્યો હતો. લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ પૂછ્યું કે, ૩૧-૧૨-૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમરેલી જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગી માંગતી કેટલી અરજીઓ મળી, કેટલી મંજૂર કરવામાં આવી? જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, ઉક્ત સ્થિતિએ અમરેલી જિલ્લામાંથી બિનખેતી માટેની કુલ ૧૧૬૯ અરજી મળી છે. જે પૈકી ૮૧૪ અરજી મંજૂર કરા છે. અમરેલી શહેરમાંથી ૧૧૮, અમરેલી તાલુકામાંથી ૭૮, લાઠી તાલુકામાંથી ૭૯, બાબરા તાલુકામાંથી ૮૪, લીલીયા તાલુકામાંથી ૨૬, સાવરકુંડલા તાલુકામાંથી ૮૫, રાજુલા તાલુકામાંથી ૮૫, જાફરાબાદ તાલુકામાંથી ૧૦૭, બગસરા તાલુકામાંથી ૧૭, વડીયા તાલુકામાંથી ૪૧, ધારી તાલુકામાંથી ૭૨, ખાંભા તાલુકામાંથી ૨૨ મળી કુલ ૮૧૪ અરજી મંજૂર કરવામાં આવી







































