અમરેલી જિલ્લામાં આત્મહત્યાના બે કરુણ બનાવો સામે આવ્યા છે. પ્રથમ ઘટનામાં, વડીયાના મોટી કુકાવાવ ખાતે રહેતા ૨૦ વર્ષીય યુવાન આર્યનભાઇ ચીમનભાઇ રાંકે મોબાઈલ તૂટી જતાં પિતા ખીજાશે તેવા ડરથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બીજી ઘટનામાં, લાઠીના નારાયણ નગર વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધા ઉજીબેન ઉકાભાઇ રાઠોડે લાંબા સમયથી કમર અને ગોઠણના અસહ્ય દુખાવાથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બંને બનાવો અંગે કનુભાઇ રાઠોડ અને ચીમનભાઇ રાંકે પોલીસને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાઓથી સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.