અમરેલી-ચલાલા રોડ પર ગાયનું ટોળું દોડતું આવતું હતું. જેમાં એક ગાય બાઈક સાથે અથડાતા પુરુષ ઈજાગ્રસ્ત થયો હતો. બનાવ અંગે જયેશભાઈ દિનેશભાઈ દાંતેવાડીયા (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, ઈજાગ્રસ્ત સાજીયાવદર ગામથી અમરેલી તેના મિત્રનું મોટરસાઈકલ લઈને આવતા હતા ત્યારે અમરેલી-ચલાલા હાઇવે રોડ ઉપર અમર દાણ ફેક્ટરી આગળ શેત્રુંજી નદીના પુલ પાસે પહોંચતા સામેથી છ-સાત ગાયોનું ટોળું ખૂબ જ સ્પીડમાં દોડતું આવતું હતું. જેથી તે ઉભા રહી ગયા હતા. ટોળામાંથી એક ગાય તેની સાથે અથડાતા તે નીચે રોડ પર પડી જતા તેને માથામાં ઇજા પહોંચી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ મનિષકુમાર ધીરૂભાઈ જોષી વધુ તપાસ કરી રહ્યા છે.