સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં લેવાયેલી B.Ed. સેમ.-IVની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, સંચાલિત ગજેરા કેમ્પસની શ્રીમતી એમ. જે. ગજેરા બી.એડ્. મહિલા કોલેજનું પરિણામ ૧૦૦ ટકા ડિસ્ટીંક્શન જાહેર થયું હતું. જેમાં કથીરીયા વૃતિ પી. કોલેજ ફર્સ્ટ – ૯૮.૫૬%, ફતેપરા રાધિકા એ. કોલેજ સેકન્ડ-૯૮.૪૦ % અને દરડી હીના એમ. કોલેજ થર્ડ – ૯૮.૪૦ % પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ તમામ સ્ટાફ, સ્ટુડન્ટ્સ–રેન્કરને શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.