આજના સમયમાં માનવીનું જીવન સતત ભાગદોડ અને સમસ્યાથી ભરેલું છે. માનવીને પોતાના માટે પણ જાણે સમય ન હોય તેવુ લાગી રહ્યું છે. આવા સમયે માનવીને મનની શાંતિ માટે થોડા સમય ધ્યાનની જરૂર છે ત્યારે આગામી તા.ર૧ના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી થનાર છે. વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીમાં મનુષ્ય પોતાના માટે થોડો સમય કાઢીને જા ધ્યાનનો સહારો લે તો મનુષ્યનું જીવન વધુ પ્રફુલ્લીત બની રહે તેમ છે. જેથી આગામી તા.ર૧ના રોજ મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ગાંધીનગર ખાતે વિશ્વ ધ્યાન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ ધ્યાન દ્વારા આયોજિત આ ધ્યાન દિવસનું તા.ર૧ના રોજ અમરેલી ખાતે પણ પૂ.શિવકૃપાનંદ સ્વામીજીનું પ્રવચન અને ધ્યાનનું જીવંત પ્રસારણ થશે. તા.ર૧ના રોજ સાંજે ૩ઃ૪પથી ૬ઃ૦૦ વાગ્યા સુધી દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ, મધ્યસ્થ બેન્કની સામે આયોજન કરવામાં આવ્યું છે.