અમરેલી એસ.ટી. ડેપોમાં અમરેલી-કુંકાવાવ રૂટની એક લોકલ બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે એસ.ટી.ના કર્મચારીઓ, ડ્રાઈવર અને મુસાફરોએ ભેગા મળીને બસને ધક્કો મારીને ચાલુ કરવી પડી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં એસ.ટી. વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. મુસાફરોએ વારંવાર સર્જાતી આ પ્રકારની ખામીઓ અંગે તંત્રની બેદરકારી બદલ નારાજગી વ્યક્ત કરી હતી, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.






































