અમરેલી એસ.ટી.ડિવિઝન ખાતે ભાવનગર, અમરેલી, જૂનાગઢ જિલ્લાના કુલ ૧૩૦ ડ્રાઈવર્સ અને કંડક્ટરોને રોડ સેફ્ટી વિષયક માહિતી, માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નશામાં વાહન ચલાવવું નહિ, નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્કિંગ કરવું નહિ, ટર્નિંગ વખતે વાહન ધીમું રાખવું, લેન ડ્રાઈવીંગ કરવું, વાહનને વળાંક લેવાનો હોય અને ઓવરટેક કરવાનું હોય ત્યારે સાઈડ ઈન્ડિકેટરનો ઉપયોગ કરવો. એસ.ટી. સૂત્ર સ્વચ્છ, સલામત, સમયબદ્ધતાને વળગી રહેવું સહિતની બાબતોને લઈને સમજ આપવામાં આવી હતી.







































