અમરેલી જિલ્લામાંથી વધુ બે બાઈકની ચોરી થઈ હતી. અમરેલીમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતા ગૌતમભાઇ ભીખુભાઇ માંડવીયા (ઉ.વ.૩૪) એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ઘર પાસે પાર્ક કરેલા રૂપિયા ૪૦ હજારના કિંમતની બાઈકની અજાણ્યો શખ્સ ઉત્તરાયણના દિવસે ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. બાઈક ચોરીનો બીજો બનાવ સાવરકુંડલામાં બન્યો હતો. સાવરકુંડલામાં રહેતા અને કડીયાકામ કરતાં ધર્મેશભાઇ ગુણવંતભાઇ વાઘેલા (ઉ.વ.૪૧) એ જાહેર કર્યા મુજબ, ઉત્તરાયણના દિવસે બાઈક ઘરની બહાર શેરીમાં મુકીને જમવા ગયા હતા. જમીને પરત આવીને જોતા બાઈક મળી આવ્યું નહોતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.









































