ગુજરાત પ્રદેશ NSUI દ્વારા રાજ્યવ્યાપી “નશામુક્ત કેમ્પસ” અભિયાન અંતર્ગત અમરેલીની વિવિધ કોલેજોમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જિલ્લા NSUI દ્વારા વિદ્યાસભા સંચાલિત BCA કોલેજ અને કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પૂર્વ પ્રદેશ NSUI પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ અને જિલ્લા પ્રમુખ સાહિલ શેખે યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, નશો એ માત્ર શારીરિક જ નહીં પણ સામાજિક અને શૈક્ષણિક પતનનું કારણ છે. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણીઓ સંદીપભાઈ ધાનાણી, વિપુલ પોંકિયા અને મનીષભાઈ ભંડેરી સહિતના આગેવાનોએ પણ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અંતમાં તમામ વિદ્યાર્થીઓએ ડ્રગ્સથી દૂર રહી સ્વસ્થ જીવન જીવવાના શપથ લીધા હતા.








































