અમરેલી જિલ્લામાં વધતા જતા સાયબર ફ્રોડને અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક સી.આઈ. દેસાઈના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પી.આઈ. કે.એલ. ખટાણા અને પી.આઈ. જે.એમ. કડછાની ટીમ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.ગુરૂવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર, અમરેલી ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન લોકોને ઓટીપી ફ્રોડ, સ્ક્રીન શેરિંગ એપ, કસ્ટમર કેર નંબર ફ્રોડ અને ન્યુડ વીડિયો કોલ જેવી છેતરપિંડીની તરકીબો વિશે પત્રિકાઓ વહેંચીને સાવચેત કરવામાં આવ્યા હતા.










































