વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અમરેલી તથા શાંતાબા સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સેનામાં ફરજ દરમિયાન ૧૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ બંગાળ ખાતે શહીદ થયેલ અમર જવાન મનીષ ગુણવંતરાય મહેતાના
તૃતીય બલિદાન દિવસે આ કેમ્પ યોજાયો હતો. આ મહારક્તદાન કેમ્પમાં અમરેલીના રાષ્ટ્રપ્રેમી રક્તદાતાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રક્તરૂપી વીરાંજલિ અર્પણ કરી હતી.આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, નગરપાલિકા પ્રમુખ બીપીનભાઈ લીંબાણી, નગરસેવકો, વિવિધ સામાજીક અને રાજકીય સંસ્થાઓના આગેવાનો, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ તથા પ્રેસ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ જવાનને વીરાંજલિ અર્પણ કરી હતી.









































