અમરેલીમાંથી બાળ શ્રમિકને મુક્ત કરાવવામાં આવ્યા હતા. શ્રમ અધિકારી/ બાળ અને તરૂણ શ્રમિક (નિયમન અને પ્રતિબંધ) નિરીક્ષક, અમરેલી એમ.એચ. પરમારે શ્રીજી પાન પાર્લર, ફાટક નજીક, લાઠી રોડ પરથી ટાસ્કફોર્સની મદદથી બાળ શ્રમિકોને હર્ષદસિંહ ધિરેન્દ્રાસિંહ ચૌહાણના કબ્જામાંથી મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપ્યા હતા.









































