અમરેલીમાં ખડપીઠ, જુની જેલ પાછળ શ્યામના ડેલા પાસેથી હેર કટિંગના ધંધાર્થી પાસેથી પતંગ ઉડાડવાની ચાઇનીઝ બનાવટની દોરી મળી આવી હતી. આરોપી પાસેથી ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટિકની દોરીના ૯ કોકડા મળી આવ્યા હતા. પોલીસે ૧૩૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.