શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત
કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ હેઠળ આયોજિત ૩૦ કલાકનો ‘કોમ્પ્યુટર કોડિંગ કોર્સ’ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. ૧૫ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થયેલા આ કોર્સની ૩ ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કોર્સમાં બી.કોમ. અને બી.બી.એ.ના ૪૩ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાંથી ૩૩ વિદ્યાર્થીઓએ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરી સર્ટિફિકેટ મેળવ્યા હતા. કોર્સ દરમિયાન મેન્ટર પ્રા. નિલેશભાઈ પારઘી દ્વારા વિદ્યાર્થીઓને HTML, JavaScript, CSS અને Blog Writing જેવી આધુનિક સ્કીલ્સનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં
પ્રા. જે. એમ. તળાવિયા અને ડો. એ. બી. ગોરવાડીયાએ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં સ્કીલ ડેવલપમેન્ટનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ સફળતા બદલ વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા અને સમગ્ર ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.








































