અમરેલીની બંસીધર વિદ્યાલય ખાતે ગુજરાત સરકારના પરિપત્ર અનુસાર તા.૪-૯ને ગુરૂવારના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ જ શિક્ષકની ભૂમિકા નિભાવીને શિક્ષણકાર્ય કરાવ્યું હતું. વિદ્યાર્થીઓમાંથી જ આચાર્ય તરીકે કળસારા માહી તેમજ શિક્ષકો તરીકે મકવાણા દેવાંગી, રંગપરા ખુશાલી, મકવાણા દિવ્યા, બુટાણી હર્ષિત વિગેરે ભાગ લીધો હતો. આ ઉપરાંત શાળાના સેવક તરીકે ગોહિલ હર્ષદે ભૂમિકા ભજવી હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કનુભાઈ સોરઠીયા, આચાર્ય પી.કે. વસરા તથા શાળાના શિક્ષકો ડી.સી. ગોલ, બી.એન. મકવાણા, રાધિકાબેન શેખવા, ઘનશ્યામભાઈ ગોસ્વામી વિગેરેએ અભિનંદન પાઠવેલ હતા.