અમરેલીના સેવાભાવી યુવક ભાવેશભાઈ કાબરીયાના અકાળે નિધનથી ચકચાર મચી ગઈ હતી. વર્ષોથી અમરેલીની જુદી-જુદી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ભાવેશભાઈ કાબરીયાના નિધનથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમની સ્મસાન યાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો જાડાયા હતા. ઉલ્લેખનીય છે કે ભાવેશભાઈ અમરેલી શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે સેવા આપતા હતા. સદ્‌ગતનું બેસણું આજે તેમના નિવાસ્થાને રાખેલ છે.