અમરેલીના લાપાળિયા ગામે ચાલી રહેલા ભવ્ય રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બીજા દિવસે વિષ્ણુયાગ, સર્વ રોગ નિદાન કેમ્પ, સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ખોડલધામ સમિતિના સભ્યો તથા રાજકીય મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી દ્વારા ૪૨ બ્લડ યુનિટનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. ખોડલધામ સમિતિ અમરેલી જિલ્લાના કન્વીનર સુરેશભાઈ દેસાઈ, ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ, ખોડલધામ સમાધાન પંચના દકુભાઈ ભુવા, અરજણભાઈ કોરાટ, સમાધાન પંચના ઉપપ્રમુખ કાળુભાઈ સુહાગીયા વગેરેએ મુલાકાત લીધી હતી. જેનું મંદિર સમિતિ દ્વારા સન્માન કરાયું હતું. ખોડલધામ સમિતિ દ્વારા પણ મંદિર માટે સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી.