અમરેલીના મોટા ઉજળા ગામની સીમમાં પતિ સાથે રકઝક બાદ પત્નીએ ખડમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. બનાવ અંગે મધ્યપ્રદેશના ભાભરાના બડી માલપુરના લાલીબેન જીતેનભાઈ ગણાવા (ઉ.વ.૨૪)એ જાહેર કર્યા મુજબ, તેમની નાની દીકરી સુતી નહોતી અને તોફાન કરતી હતી. જેથી તેઓ દીકરીને ખીજાઈ અને તોફાન નહીં કરવાનું કહેતા પતિએ રકઝક કરી હતી. જેથી તેમને લાગી આવતાં ખડમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાં રહેતા એક યુવકની વિરુદ્ધ તેની પત્નીએ કેસ કર્યો હતો. જેથી તેને મનમાં લાગી આવતાં ફીનાઇલ પીધું હતું.