ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત રાજકોટ શહેરમાં યોજાયેલ જિલ્લા કક્ષા સ્વિમિંગ સ્પર્ધાનું તારીખ ૧૬-૧૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ આયોજન થયું હતું. જેમાં જિલ્લા કક્ષાના ૪૦ થી ૬૦ વર્ષના સ્પર્ધકો એ ભાગ લીધો હતો. તેમાં અમરેલી તાલુકાના મોટા આંકડિયા ગામના વતની અને હાલ રાજકોટ શહેરમાં રહેતા વસાણી ઘનશ્યામભાઈએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ત્રીજો ક્રમ મેળ્યો હતો. ઉપરાંત ૫૦ મીટર બેકસ્ટોકમાં બીજો ક્રમ મેળવીને અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. તેમની સિધ્ધી બદલ શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા.