અમરેલી જિલ્લાના બક્ષીપુર ગામેથી એક વ્યક્તિ ઘરેથી કોઈને કશું કહ્યા વગર અચાનક ક્યાંક ચાલ્યા જતાં ચકચાર મચી ગઈ હતી. પરિવારજનો દ્વારા ઘણી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. અજયભાઇ ધીરૂભાઇ ડાભી (ઉ.વ.૩૧) એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની શિલ્પાબેન ડાભી (ઉ.વ.૨૮) પોતાના ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર ક્યાંક નીકળી ગયા હતા. મોડી સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા ચિંતાતુર બનેલા પરિવારજનોએ સગા-સંબંધીઓ અને આડોશ-પાડોશમાં તપાસ કરી હતી. જોકે, તેમનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે, આ મામલે પોલીસ મથકમાં ગુમ થયા અંગેની નોંધ કરાવવામાં આવી હતી. પોલીસે ગુમશુદાની વિગતોના આધારે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.










































