જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જુલાઈ માસની ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત સઘન પોરાનાશક કામગીરી, ઘરમાં ચોખ્ખા પાણીના ભરેલા ખુલ્લા પાત્રો ઢાંકવા તથા પોરાભક્ષક માછલી મૂકવા જેવી તથા મચ્છરદાનીના ઉપયોગ વિશે જરુરી આરોગ્ય શિક્ષણ આપીને મેલેરિયા, ચિકનગુનિયા તથા ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો શોધવા વગેરે કામગીરી કરીને વાહકજન્ય રોગચાળાની અટકાયતી કામગીરી કરવામાં આવી છે.