અમરેલીની વિશ્વ વિખ્યાત શિતલ કુલ પ્રોડકટસ પ્રા.લિ.કંપની સંચાલિત શિતલ આઈસ્ક્રિમ પરિવાર દ્વારા ચિ.યશના શુભલગ્ન ચિ.ડો.શિવાની સાથે યોજાનાર છે. વરૂડીના અવધ હેરિટેજ રિસોર્ટ ખાતે યોજાનાર લગ્નોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. શ્રીમતી નયનાબેન અને ભુપતભાઈ દકુભાઈ ભુવાનાના સુપુત્ર ચિ.યશના શુભલગ્ન સુરેન્દ્રનગર નિવાસી શ્રીમતી રેખાબેન અને ઉપેન્દ્રભાઈ ભીખાભાઈ રામાણીની સુપુત્રી ડો.શિવાની સાથે તા. ૧૧/૧/ર૬નાં રોજ નિર્ધારેલ છે. તા.૭/૧/ર૦ર૬ બુધવારે રાત્રે ૮ કલાકે ગીત ગુંજન અને તા.૮ ગુરૂવાર રાત્રે ૮ઃ૩૦ કલાકે કેરીયા રોડ, શેરી નં.૧૬થી ફુલેકુ નિકળશે. તા.૯ શુક્રવારે બપોરે ૩ઃ૩૦ કલાકે અવધ હેરિટેજ રિસોર્ટ ખાતે હલ્દી રસમ અને રાત્રે ૯ કલાકે અવધ હેરિટેજ ખાતે સાંઈરામ દવે અને વિમલ મહેતાનો હાસ્ય દરબાર યોજાશે. તા.૧૦ શનિવારે બપોરે ૩ઃ૦પ કલાકે અવધ હેરિટેજમાં મંડપ રોપણ અને સાંજે ૬ઃ૩૦ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯ કલાકે રાસની રમઝટ બોલશે. તા.૧૧/૧/ર૬ રવિવારે બપોરે ૧ કલાકે જાન પ્રસ્થાન થશે અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંપુર ખાતે ગોપાલનંદ સ્વામી નુતન યાત્રિક ભવન ખાતે રાખેલ છે. ધ્વજારોહણ બપોરે ૪ઃ૩૦ કલાકે અને સાંજના ૭ઃ૩૦ કલાકે હસ્ત મેળાપ યોજાશે. આ લગ્નોત્સ માટે દકુભાઈ જીવરાજભાઈ ભુવા, શાંતાબેન દકુભાઈ ભુવા, દિનેશભાઈ દકુભાઈ ભુવા, કાજલબેન દિનેશભાઈ ભુવા, ભુપતભાઈ ભુવા, નયનાબેન ભુપતભાઈ ભુવા, સંજયભાઈ ભુવા, અÂસ્મતાબેન ભુવા, હાર્દિકભાઈ દિનેશભાઈ ભુવા, એકતાબેન હાર્દિકભાઈ ભુવા, કેવલભાઈ દિનેશભાઈ ભુવા, જીનલબેન કેવલભાઈ ભુવા પરિવાર દ્વારા તડમાર તૈયારીઓ થઈ રહી છે. લગ્નોત્સવ પ્રસંગે સગાસ્નેહી, પરિવારજનો, વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, સંતો મહંતો સહિત ઉપÂસ્થત રહીને નવદંપતિને આશિર્વચન પાઠવશે.