ગુજરાતમાં ગરમીનો પ્રભાવી માહોલ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરી છે અને લોકો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરપૂર્વી પવન ફૂંકતા તાપમાનમાં સતત વધારો જાવા મળ્યો છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન ઊંચું રહેશે અને ગરમ પવન ફૂંકાશે. આજના હવામાન અનુસાર, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં યલો એલર્ટ સાથે હિટવેવ રહેશે.
કચ્છ, બનાસકાંઠા, બોટાદ અને ભાવનગરમાં પણ હિટવેવની સ્થિતિ  સાથે યલો એલર્ટ જાહેર છે. એમ જ અમરેલી, સુરેન્દ્રનગર અને સુરતમાં ગરમીની અસર જાવા મળશે.
રાજ્યના તાપમાનની સ્થિતિ ની વાત કરીએ તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ૪૦ ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ, વડોદરા, ડીસા, ભુજ, મહુવા, કેશોદ, ગાંધીનગર અને સુરતમાં ૩૯ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. કુલ ૮ જિલ્લાઓમાં ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની સલાહ મુજબ પૂરતું પાણી પીવું, ગરમ પવન અને સૂર્યપ્રકાશમાં ઓછો સમય વિતાવવો, હળવા અને હળવા કપડાં પહેરવા જરૂરી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને હૃદય કે ફેફસાંના દર્દીઓ વધુ સાવચેત રહે. ગરમીમાં થાક, માથાનો દુખાવો અથવા ચક્કર અનુભવતા તરત આરામ કરવો અને પાણી લેવુ જરૂરી છે.