અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક ૨૧ વર્ષીય યુવકે ૮ વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આરોપીએ બાળકને કબૂતર રમાડવાની લાલચ આપીને અગાસી પર લઈ જઈને આ દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના બાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.








































