પત્નીના ત્રાસથી કંટાળી યુવકે આપધાત કરી ૧૪ વર્ષના લગ્ન જીવનનો કરૂણ અંત આવ્યો છે. સોશિયલ મીડિયામાં યુવકે આપવીતી જણાવી મણિનગર રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. યુવકે લગભગ ૫૦ મિનિટ સુધી અલગ અલગ વિડ્યો પોસ્ટ કરી આત્મ હત્યા કરી લીધી. મણિનગર પોલીસે આ કેસમાં નિવેદન લઈ ને વધુ તપાસ શરૂ કરી..
મનીષ ગોરાડીયાની આપવીતી સંભાળો. જેમાં તે પત્ની સહિત અન્ય પરિવારજનો ત્રાસ નો ઉલ્લેખ કરી રહ્યો છે..લગભગ ૫૦ મિનિટ સુધી અલગ અલગ તેણે સોશિયલ મીડિયા પર વિડ્યો પોસ્ટ કર્યા..જે બાદ તેણે ટ્રેન નીચે પડતું મૂકી આપધાત કરી લીધો..ધટના ની વાત કર્યે તો ૧૫ તારીખની સાંજે મનીષ ગોરાડીયા એ મણિનગર રેલવે લાઇન પર આવતી ટ્રેન નીચે પડતું મૂકયું હતું અને વિડ્યો માં આપવીતી કહેતા કહ્યું હતું કે મારા લાશના ટુકડા કચરામાં નાખી દેવાનો ઉલ્લેખ કર્યો હતો..જેમાં મૃતક મનિષે પરિવાજ સભ્યો પર આક્ષેપ કર્યા હતા.
વિડ્યો મા યુવકે કરેલા આક્ષેપ અને પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક મનીષ ગોરાડીયા નારોલનો રહેવાસી છે અને એસી રિપેરિંગનું કામ કરે છે..અને સોનલ નામની પત્ની અને બે દીકરીઓ પરિવારમાં છે..જાકે ૧૪ વર્ષ નો લગ્ન ગાળો છે..પરતુ પત્ની સોનલ અન્ય કોઈ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા પતિ મનીષ કરતો હતો જેને લઈ બન્ને વચ્ચે ઝઘડા માં પણ થતા હતા..જેમાં અગાઉ પત્ની એ ખોટા આક્ષેપ સાથેની પતિ વિરુદ્ધ અરજી કરી હોવાનું સામે આવ્યું છે..પરતું તે બાદ પત્ની સોનલ દ્વારા પતિ મનીષ ને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ વિડ્યો માં કર્યો છે..જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
યુવક મનીષના આપધાત નું ચોક્કસ કારણ જણાવ પોલીસે મૃતક ના પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે આ સાથે જ મૃતક મનિષે તેના સાસુ અને પત્ની વિરુદ્ધ કરેલા આક્ષેપ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે..જાકે તપાસ બાદ પોલીસે યુવકના આપધાત બદલ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરશે.