Image - 3

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા સ્પર્મ વ્હેલની ઉલ્ટી એમ્બરગ્રીસ સાથે ૪ શખ્સોને ઝડપી પાડ્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ આ દુર્લભ કિમતી ઉલ્ટીનો જથ્થો ખૂબ જ કિમતી છે જે ૨.૯૦૪ કિગ્રા છે. તેની ઈન્ટરનેશનલ બજારમાં કુલ રુ. ૨.૯૦ કરોડની કિમત છે. એક કચરો ઉપાડનાર મોહમ્મદ હનીફને આ ઉલ્ટી મળી હતી.

ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે સુરતના આમિર શેખને અમદાવાદથી ઝડપી લીધો હતો. તેના મોબાઈલમાંથી સ્પર્મ વ્હેલની ઉલ્ટીનો વીડિયો મળી આવ્યો હતો. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ આદરી હતી. જે તપાસ આધારે દમણનૈ સહાદતઅલી રંગરેઝે સ્પર્મ વ્હેલની ઉલ્ટી ઉસ્માન શેખને વેચવા આપી હતી. ત્યારે ક્રાઈમ બ્રાંચે સુરતના ઉસ્માન શેખ પાસેથી ૨.૯૦૪ કિગ્રા વોમિટ કબજે કરી હતી. દમણના સહાદત અલી અને ઉસ્માન શેખે એમ્બરગ્રીસ વેચવા માટે ઘણા લોકો સાથે વાત કરી હતી.

હાલ ક્રાઈમ બ્રાંચે એમ્બરગ્રીસને એફએસએલમાં ચકાસણી અંગે મોકલ્યું છે. ક્રાઈમ બ્રાંચે આગળ તપાસ કરતા સામે આવ્યું કે, સુરત જિલ્લાના દાંડી દરિયા કિનારે કચરો વીણવાનું કામ કરતા શખ્સને આ એમ્બરગ્રીસ પદાર્થ મળ્યો હતો. જે બાદ આ મોહમ્મદ હનીફ નામના શખ્સે આ પદાર્થ દમણના સહાદત અલીને ૬૦ હજારમાં વેચી દીધું હતું. તેમજ આ પદાર્થને સહાદતઅલીએ સુરતા ઉસ્માન શેખને ૧ લાખમાં વેચ્યો હોવાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે પોલીસે તમામ આરોપીઓની વન્ય સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે

સ્પર્મ વ્હેલના આંતરડામાં બનતો આ પદાર્થ જ્યારે તે ઉલ્ટી કરે તો બહાર નીકળતો હોય છે. તરતા સોના તરીકે જાણીતા આ પદાર્થનો ઉપયોગ દવા અત્તર, પર્ફ્‌યુમ બનાવવા માટે થાય છે. સ્પર્મ વ્હેલ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન હેઠળ સંરક્ષિત હોય તેનો શિકાર કે તેના અંગો કે ઉલ્ટીનો કારોબાર કરવો પ્રતિબંધિત છે. જો આવું કરતા કોઈ આરોપી વનવિભાગ કે પોલીસ દ્વારા પકડાય તો શિડ્યુલ ૧ હેઠળ તેને ૩થી ૭ વર્ષની સજા કરવાની જોગવાઈ કરાઈ છે. પકડાયેલી વ્યક્તિઓમાં ઉસ્માન શેખ (સુરત).સહાદતઅલી ઉર્ફે બાબુ (સુરત).મોહમ્મદ હનીફ (સુરત).આમિર (સુરત)  સામેલ છે