ગુજરાતમાં કોરોનાનો આંકડો ફરી એકવાર કુદકેને ભુસકે વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ જે ઝડપે વધી રહ્યા છે તે ખુબ જ ચિંતાજનક છે. ગુજરાતમાં આજે વહેલી સવારે જ એક મોત થયા બાદ સાંજ થતા સુધીમાં જ વધારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેના કારણે ન માત્ર કોરોનાના કેસ પરંતુ મૃત્યુનો આંકડો પણ ખુબ જ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

અમદાવાદમાં કોરોનાના કારણે એક મહિલાનું મોત થયું છે. દાણીલીમડામાં રહેતી ૪૬ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયા બાદ ફરી સાંજે ન્ય્ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી એક ૧૮ વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે. એસવીપીમાં સારવાર લઇ રહેલી એક મહિલા બાદ યુવતીનું મોત થતા ૩ વર્ષ બાદ કોરોનાને કારણે મોત નિપજ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં અમદાવાદમાં કુલ ૧૯૭ કોરોનાના સક્રિય કેસ છે. એક જ અઠવાડીયામાં કોરોનાથી ૨ દર્દીઓનાં મોત નિપજ્યાં છે.

મહત્વની વાત એ છે કે ૩ વર્ષ પછી કોરોનાથી મોત થયાની આ પહેલી ઘટના છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૫ કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલ ૧૯૭ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.એસવીપી હોસ્પિટલમાં કોરોના માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના ૩૨૦ એક્ટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એક જ દિવસમાં ૫૦ નવા કોરોના કેસ નોંધાયા છે. એલ જી હોસ્પિટલમાં ૧૮ વર્ષ નું મહિલાનો કોરોનાથી મોત નિપજ્યું છે. એક દિવસ પહેલા ૪૭ વર્ષિય મહિલાનું કોરોના થી મોત થયું હતું. હાલ અમદાવાદમાં કોરોનાના ૧૯૭ એક્ટિવ કેસ નોંધાયા છે. એક અઠવાડિયામાં બે દર્દીનું કોરોનાથી મોત થયું છે.