દાણીલીમડામાં રહેતી એક વ્યક્તિને શેરબજારમાં નાણાં રોકવાથી સારૂ વળતર મળશે કહીને રૂ.૫.૯૧ લાખની છેતરપિંડી કરનારા શખ્સની દાણીલામડા પોલીસે મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ દાણીલામડામાં રહેતા નવીનચંદ્ર કે.ચૌહાણને મહારાષ્ટ્રના થાણેમાંભાયંદર ખાતે રહેતા હર્ષિત એ.અગ્રવાલે શેરબજારમાં નાણાં રોકવાથી સારૂ વળતર મળશે કહીને નવીનચંદ્ર અને તેમના પત્નીના એકાઉન્ટમાંથી રૂ.૬,૨૩,૩૨૦ ટ્રાન્સફર કરાવી ઓનલાઈનથી મેળવી લીધા હતા.તેમાંથી આરોપી હર્ષિતે રૂ.૩૨,૦૦૦ નવીનચંદ્રને પરત આપ્યા હતા.બાકીના રૂ. ૫,૯૧,૨૩૦ પરત ન કરીને છેતરપિંડી કરી હતી.આ અંગે ફરિયાદ નોંધાતા દાણીલીમડા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લઈને અમદાવાદ લાવી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.