ગુજરાતમાં અવારનવાર આગની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત ભયંકર આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદના મેમ્કો ખાતે આવેલા મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉનમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. આગ વિકરાળ બનતા ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે. મળતી માહિતી અનુસાર ગોડાઉનમાંથી ૩ લોકોના રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. જેમાં ૨ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાના પગલે તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે દરમિયાન ૨ લોકોના મોત નિપજ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મેમ્કોમ બ્રીજ નીચે આવેલા મેન્યુફેક્ચરિંગના ગોડાઉનમાં અચનાક આગ લગી હતી. જેના પગેલ આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ પર કાબુ મળી શક્યો ન હતો. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ ગોડાઉનમાં ફસાયેલા ૩ વ્યક્તિઓને પણ બહાર કાઢ્યા હતા. જોકે આગ કયા કારણોસર લાગી હતી તે હજુ અકબંધ છે.પ્રાપ્તથતી માહિતી અનુસાર રેસ્ક્યુ કરેલા લોકોમાંથી ૨ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાતે સારવાર દરમિયાન ૨ લોકોનું મોત નિપજ્યું છે. તેમજ ગોડાઉનમાં પણ ભારે નુકસાન થયું છે.





































