અભિનેતા દર્શને જેલ ટ્રાન્સફર અને જેલમાં કેટલીક સુવિધાઓની માંગણી કરી છે. બેંગલુરુની એક સિવિલ અને સેશન્સ કોર્ટે દર્શનની બે અરજીઓ પર ૯ સપ્ટેમ્બર માટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. ફરિયાદ પક્ષ દ્વારા અભિનેતા દર્શનને બલ્લારી સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરતી એક અરજી દાખલ કરવામાં આવી છે. બીજી અરજી દર્શને પોતે દાખલ કરી છે, જેમાં જેલની અંદર મૂળભૂત સુવિધાઓની માંગણી કરવામાં આવી છે.
દર્શન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંદેશ ચોટાએ જેલ ટ્રાન્સફરનો વિરોધ કરતા કહ્યું કે બલ્લારી બેંગલુરુથી લગભગ ૩૧૦ કિમી દૂર છે, જેના કારણે અભિનેતા માટે દરેક કોર્ટ સુનાવણી માટે મુસાફરી કરવી અવ્યવહારુ બની જાય છે. આનો વિરોધ કરતા, સ્પેશિયલ પÂબ્લક પ્રોસિક્્યુટર પ્રસન્ના કુમારે દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે જેલમાં દર્શનના વર્તનની નોંધ લીધી છે જ્યારે તેના જામીન રદ કરવામાં આવ્યા છે, તેથી તેના ટ્રાન્સફર માટે કોઈ વધારાના સમર્થનની જરૂર નથી. તેમણે કહ્યું કે આરોપીને બીજી જેલમાં ટ્રાન્સફર કરવા માટે ફક્ત વહીવટી આધાર પૂરતા છે.
દર્શનની કાનૂની ટીમે ગાદલું, ઓશીકું અને ધાબળા સહિત પથારી પૂરી પાડવા માટે પણ નિર્દેશો માંગ્યા. તેમણે કહ્યું કે અંડરટ્રાયલ કેદીઓ લઘુત્તમ સુવિધાઓનો હકદાર છે અને અધિકારીઓને પ્રશ્ન કર્યો કે આવી આવશ્યક સુવિધાઓ કયા કાનૂની આધારો પર નકારી શકાય છે.
જાકે, ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે દર્શનની વિનંતી અકાળ હતી, જે તેને જેલમાં મોકલ્યાના બે દિવસ પછી જ દાખલ કરવામાં આવી હતી. ખાસ સરકારી વકીલ પ્રસન્ના કુમારે વધુમાં જણાવ્યું હતું કે કર્ણાટક પ્રિઝનર્સ એક્ટની જાગવાઈઓ દોષિત કેદીઓને લાગુ પડે છે, અંડરટ્રાયલ કેદીઓને નહીં. તેમણે દલીલ કરી હતી કે અખબારો અને પુસ્તકો પૂરા પાડી શકાય છે પરંતુ હત્યા જેવા ગંભીર આરોપોનો સામનો કરી રહેલા લોકો માટે બેડ અને ઓશીકું જેવી સુવિધાઓ માન્ય નથી. બંને પક્ષોને સાંભળ્યા પછી, કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય ૯ સપ્ટેમ્બર સુધી અનામત રાખ્યો હતો. રેણુકાસ્વામી હત્યા કેસમાં દર્શન, તેનો મિત્ર પવિત્ર ગૌડા અને અન્ય લોકો જેલમાં છે.