ઇઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે કારણ કે ઇઝરાયલે સંભવિત મિસાઇલ હુમલાની ચેતવણી આપી છે.
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે, અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે તેહરાન પર મોટો હુમલો કર્યો છે. ઈરાનમાં અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેહરાનમાં જારદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈઝરાયલે ઈરાન પર હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે.
એપીના અહેવાલ મુજબ, ઇઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે કારણ કે ઇઝરાયલે સંભવિત મિસાઇલ હુમલાની ચેતવણી આપી છે. અહેવાલમાં જણાવાયું છે કે ઈરાનની રાજધાની તેહરાનમાં લોકોએ વિસ્ફોટો સાંભળ્યા હતા. તેહરાનના મધ્ય ભાગમાં વિસ્ફોટ થયો હતો અને આકાશમાં ગાઢ ધુમાડો જાવા મળ્યો હતો. આ સાથે, ઇઝરાયલે એક સલાહકાર જારી કરીને લોકોને સલામત સ્થળોએ જવા માટે કહ્યું છે.
ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો છે. સમગ્ર ઈરાનમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. ઇઝરાયલી વાયુસેનાએ આ માહિતી આપી છે. તેહરાનમાં અનેક સ્થળોએ જારદાર વિસ્ફોટો સંભળાયા હતા. હવે ઇઝરાયલમાં પણ સાયરન વાગી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલે એક સાથે અનેક બેલિસ્ટીક  મિસાઇલોથી ઇરાન પર આ હુમલો કર્યો હતો. ઇઝરાયલનો હુમલો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાન પર હુમલાની સતત ધમકીઓ વચ્ચે કરવામાં છે.
ઇઝરાયલી હુમલા બાદ તેહરાનમાં અનેક સ્થળોએથી જ્વાળાઓ અને ગાઢ કાળો ધુમાડો નીકળતો જાવા મળ્યો. આ હુમલા એવા સમયે થયા જ્યારે ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી પરમાણુ વાટાઘાટોમાં કોઈ પ્રગતિ થઈ નથી. અમેરિકા ઇચ્છે છે કે ઈરાન પરમાણુ શાસ્ત્ર  અટકાવે અને યુરેનિયમનું સંવર્ધન બંધ કરે. જાકે, ઈરાન શાંતિપૂર્ણ હેતુઓ માટે પરમાણુ શકિત  બનવા માંગે છે અને યુરેનિયમ સંવર્ધન છોડવા તૈયાર નથી. આ જ કારણે ઈરાન પર બીજા હુમલો થયો. યુએસ સૈન્ય પહેલાથી જ ઈરાનને ચારે બાજુથી ઘેરી લીધું છે. ઇઝરાયલે ૩૦ સ્થળોએ એક સાથે બોમ્બમારા કર્યા હોવાના અહેવાલ છે.ઇરાનના અગ્રણી અખબાર, તેહરાન ટાઇમ્સે પણ ઇરાન પર હુમલાની પુષ્ટિ કરી છે. તેહરાન ટાઇમ્સે હુમલાનો એક વીડિયો બહાર પાડ્યો છે અને અહેવાલ આપ્યો છે કે તેહરાનમાં અનેક સ્થળોએ વિસ્ફોટ થયા છે.
ઇઝરાયલી વાયુસેનાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મિનિટોમાં, ઇઝરાયલમાં સાયરન વાગ્યા હતા અને ઇરાની હુમલા બાદ મોબાઇલ ઉપકરણોને સલામત વિસ્તારોની નજીક રહેવા માટે આગોતરી સૂચનાઓ મોકલવામાં આવી હતી. ઇઝરાયલ રાજ્ય તરફ મિસાઇલો છોડવાની શક્્યતા માટે જનતાને તૈયાર કરવા માટે આ એક સક્રિય ચેતવણી છે. સંરક્ષણ વિભાગ ભાર મૂકે છે કે જનતાને સલામત વિસ્તારોની નજીક રહેવા વિનંતી કરવામાં આવે છે.
ઇઝરાયલી વાયુસેનાએ દેશના તમામ વિસ્તારોને સંપૂર્ણ ચેતવણીથી આવશ્યક ચેતવણીમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. આવશ્યક વિસ્તારો સિવાય, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, મેળાવડા અને કાર્યસ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આઇડીએફએ જનતાને હોમ ફ્રન્ટ કમાન્ડની સત્તાવાર ચેનલો પર પ્રકાશિત માર્ગદર્શિકાનું પાલન કરવા પણ વિનંતી કરી.
ઈરાન હવે ફૂલ યુદ્ધના મૂડમાં હોય એમ બેલેસ્ટીક  મિસાઈલો છોડી રહ્યું છે. એક બાદ એક ૭ દેશો પર ઈરાને હુમલો કર્યો છે. બહેરની , યુએઈથી લઈને અમેરિકાના બેઝ હવે અને ઈરાનના નિશાના પર છે. ઈરાને હવે આર યા પારની લડાઈ શરૂ કરી દીધી છે. ઈરાનને હાલમાં યમન અને લેબનોનના જૂથોએ સપોર્ટ કર્યો છે અને ઈઝરાયેલ પર મિસાઈલો વરસાવી રહ્યાં છે. હવે મિડલ ઈસ્ટમાં સ્થિતિ  બેકાબૂ બની ગઈ છે. હવે ઈરાનનું અસ્થીત્વ  ભૂસાઈ જશે કે વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે એ સવાલો ઉભા થયા છે. ઈરાનના સીનિયર અધિકારીના હવાલાથી અલજજિરા કહી રહ્યું છે કે હવે જે આવી રહ્યું છે એના માટે ઈઝરાયેલ તૈયાર રહે. અમારો જવાબ પલ્બીક હશે. હવે કોઈ રેડલાઈન નહીં, મિડલ ઈસ્ટમાં અમેરિકાની અને ઈઝરાયેલી સંપત્તિઓ પર હુમલા થશે. હવે એવા હાલાત થશે જે કોઈએ વિચાર્યા પણ નહીં હોય. યુએઈએ પણ પોતાનો એરસ્પેસ ટેમ્પરરી બંધ કરી દીધો છે.
યમનના ઈરાન સમર્થિત હૂતી બાગી સમૂહે ફરી લાલ સાગરમાં મહત્વપૂર્ણ નૌકા માર્ગો પર હુમલાઓ કરવાની ઘોષણા કરી દીધી છે. આ જાણકારી હૂથી સમર્થક ૨ અધિકારીઓએ સમાચાર એજન્સી એપીને આપી છે. એયર અરેબિયાએ પણ ઘોષણા કરી છે કે ઈરાન અને ઈરાક સહિતના ક્ષેત્રો પરથી પોતાની તમામ સેવાઓ અસ્થાઈ રૂપથી રદ કરી દીધી છે. ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાએ કરેલા હુમલા બાદ રશિયા બગડ્યું છે. કહી રહ્યું છે કે શાંતિના દૂત કહેવાતા ટ્રમ્પના ચહેરાનો નકાબ ઉતરી ગયો છે. બીજી બાજુ તહેરાનમાં જબરદસ્ત તબાહી મચી છે. કેટલીક ઈમારતોને ભારે નુક્સાન પહોંચ્યું છે. યમન અને લેબનોને પણ ઈઝરાયેલ પર મિસાઈલોથી હુમલો કર્યો છે. આમ હવે
આભાર – નિહારીકા રવિયા મિડલ ઈસ્ટ પર તંગદીલી વધી ગઈ છે. બીજી તરફ ટ્રમ્પે પણ ખુલ્લી ધમકી આપી છે કે કોઈ પણ સંજાગોમાં ઈરાનને પરમાણુ હથિયારો બનાવવા નહીં દે… હવે નવા સમાચાર એ પણ છે કે ઈરાને બહેરિનમાં આવેલા યુએસના નેવલ બેઝ પર હુમલો કર્યો છે. ઈરાને અહીં બેલેસ્ટીક  મિસાઈલ છોડી છે.
અમેરિકા અને ઈઝરાયેલે એક સાથે સૌથી મોટો ઈરાન પર હુમલો શરૂ કર્યો છે. રિપોર્ટ અનુસાર રાજધાની તહેરાનમાં સુપ્રીમ લીડર અલી ખોમેનેઈના કાર્યાલયને નિશાન બનાવવમાં આવ્યું છે. એવું કહેવાય છે કે ઈઝરાયેલ અને અમેરિકાના હુમલા પહેલાં જ એમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા હતા. તહેરાન સહિત બીજા ૬ શહેરોમાં ઘડાકા શરૂ થયા છે. આકાશ અને દરિયા બંને તરફથી ઈરાન પર હુમલા કરાયા છે. ઈરાનમાં હાલમાં હાઈ એલર્ટ છે. ઈરાને વળતી જવાબી કાર્યવાહીના ભાગરૂપે ઈઝરાયેલ પર ૭૦ મિસાઈલો છોડી છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રાષ્ટ્ર ને એક નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્‌સે ઇરાનમાં આતંકવાદી શાસન દ્વારા ઉભા થયેલા ખતરાને દૂર કરવા માટે એક કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી ઇરાની લોકો માટે પોતાના ભાગ્યનો નિયંત્રણ લેવા માટે પરિસ્થિતિઓ બનાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇરાનને પરમાણુ શાસ્ત્ર  બનાવવાની મંજૂરી મળવી જાઈએ નહીં. ઈરાન અને ઈઝરાયેલ સંઘર્ષ વચ્ચે એર ઇન્ડિયા ની એક ફ્લાઈટ રિટર્ન થઈ છે.
જાકે, આ બાબતે કોઈને ખબર નથી કે ખોમેનઈ ક્યાં છે , તહેરાનમાં એમના હેડક્વાર્ટર પાસે હુમલો થયો છે. એ સ્પષ્ટ થઈ શક્્યું નથી કે ખોમેનઈ એ સમયે હેડક્વાર્ટર હતા કે નહીં, એક ઈરાની અધિકારીના હવાલાથી રોયટર્સે એ વાત જણાવી છે કે સુપ્રીમ લીડરને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. કેટલાક રિપોર્ટ એમ પણ કહે છે કે ખોમેનઈ એ સમયે તહેરાનમાં હતા નહીં, ઈરાકના આકાશમાંથી જતી ઈઝરાયેલી ક્રૂઝ મિસાઈલના વીડીયો જાહેર થયા છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે બ્રિટન, ચીન અને ભારત સહિત ઘણા દેશોએ પોતાના નાગરિકો અને દૂતાવાસના કર્મચારીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારત, બ્રિટન, ચીન, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને સિંગાપુર જેવા દેશોએ પણ પોતાના નાગરિકો અને રાજદ્વારીઓને કેટલોક હિસ્સો છોડવાની સલાહ આપી છે. બ્રિટને તેહરાનમાં સ્થિત   પોતાના દૂતાવાસને અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે.