ઘઉં: અનાવૃત અંગારીયોઃ
રોગના લક્ષણો:આ રોગ આપણે ત્યાં ખાસ કરીને ઉત્તર ભારતમાંથી બીજ લાવી વાવવામાં આવે ત્યારે જોવા મળે આવે છે. ઘઉમાં ડૂંડી આવે ત્યારે જ રોગના ચિન્હો જોવામાં આવે છે. રોગગ્રસ્ત ડૂંડીમાં દાણાની જગ્યાએ કાળી ભૂકી જોવા મળે છે. આ ભૂકી ફૂગના સૂક્ષમ બીજાણુ છે. દાણા બિલકુલ બેસતા નથી અને ડૂંડી ખાલી સળીની જેવી જ રહે છે.
નિયંત્રણ: રોગમુકત બીજનું વાવેતર કરવું. આપણા રાજયમાં આ રોગ આવતો નથી જેથી ગુજરાતનું પ્રમાણિત બીજ વાપરવાનો ખાસ આગ્રહ રાખવો. અન્ય રાજયનું બીજ વાપરવાનું થાય તો બીજને વાવતા પહેલા ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમ પ૦% વે.પા. અથવા કાર્બેન્ડીઝમ૪૦% વે.પા. (ર.પ ગ્રામ પ્રતિ કિલો બિયારણ)ની બીજને માવજત આપીને વાવેતર માટે ઉપયોગમાં લેવું. શરૂઆતમાં રોગિષ્ટ છોડ દેખાય તો ઉપાડી નાશ કરવો.
ઘઉંઃ ગેરૂ: રોગના લક્ષણો:
પાનનો બદામી ગેરુ:આ રોગના લક્ષણો ખાસ કરીને પાન અને આવર્તક પર્ણતલ પર જોવા મળે છે. પાન પર ગોળ ટાંચણીના માથા જેવડાં નારંગી રંગના ઉપસી આવેલા ટપકાં જોવા મળે છે. મોટાભાગે આ ટપકાં છૂટા રહે છે. આ ટપકામાં નારંગી રંગના ફૂગના બીજાણુંઓ રહેલ હોય છે જે રોગના ફેલાવા માટે જવાબદાર છે. પાક પાકવાની અવસ્થાએ આ ટપકાનાં રંગમાં પરિવર્તીત થઈ કાળા બને છે.
દાંડીનો ગેરુ ( સ્ટેમ રસ્ટ): આ રોગ પાકની પાછલી અવસ્થાએ જોવામાં આવે છે. રોગની શરૂઆતની અવસ્થામાં કથ્થાઈ રંગના ચાઠાંઓ પાનની બંને બાજુએ અને છોડની દાંડી પર જોવા મળે છે. જયારે રોગની તીવ્રતા વધી જાય ત્યારે પ્રકાંડ, ડૂંડી તેમજ મુછ પર પણ રોગના ટપકાં જોવા મળે છે. આ ટપકાં સમય જતાં એકબીજા સાથે ભળી જઈ વિસ્તૃત લંબગોળ, કથ્થાઈ રંગના ઉપસી આવેલ ટપકાં બનાવે છે. આ ટપકાંની આજુબાજુની છાલ ઉખડી જાય છે. પાછળથી આ જગ્યા કાળી પડી જાય છે અને થડ પર વધારે ટપકાં પડવાથી થડ નમી જાય છે. રોગિષ્ટ ભાગો દૂરથી લાલાશ પડતા કથ્થાઈ રંગથી સ્પષ્ટ ઓળખાઈ આવે છે.
નિયંત્રણ ઃ રોગ પ્રતિકારક જાતો જેવી કેલ.જી.ડબલ્યુ. ર૭૩, ૧૭૩, જી.ડબલ્યુ. ૩રર, અને જી.ડબલ્યુ. ૩૬૬(સમયસરના વાવેતર માટે), જી.ડબલ્યુ. ૪૯૬, જી.ડબલ્યુ. ૧૭૩ (મોડા વાવેતર માટે)નો ઉપયોગ કરવો. બન્ને પ્રકારના ગેરૂ મોડા વાવેતરમાં વધારે આવતા હોવાથી મોડુ વાવેતર ન કરવું. સમયસરના વાવેતર (૧પ નવેમ્બર)માં પાકનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે તથા દરેક પ્રકારના રોગ ઓછા આવે છે. તેથી સમયસરના વાવેતરનો જ આગ્રહ રાખવો. રોગ ખેતરમાં દેખાય કે તરત જ ઝાયનેબ અથવા મેન્કોઝેબ ૭પ% વે.પા. (ર૬ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) અથવા પ્રોપીકોનેઝોલ (૧૦ મિ.લિ. /૧૦ લિટર પાણીમાં) ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. જરૂર જણાય તો વધારાના બે છંટકાવ ૧પ દિવસના અંતરે કરવા. છેલ્લું પિયત આપતી વખતે કયારામાં પાણી વધારે પડતું ભરાવા ન દેવું.
સુકારો (ચણા, તુવેર): રોગના લક્ષણો:આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે. પાકની દરેક અવસ્થામાં જોવા મળે છે. ચણા પાકમાં શરૂઆતની અવસ્થામાં એટલે કે વાવણી બાદ ત્રણ અઠવાડિયે છોડ અચાનક પીળો પડી ઢળી પડે છે અને સૂકાઈ જાય છે અને પાછલી અવસ્થામાં પણ જોવા મળે છે. જયારે તુવેર પાકમાં ફૂલ અને શીંગ અવસ્થાએ જોવા મળે છે. શરૂમાં જમીનમાં ભેજ હોવા છતાં છોડ પાણીની ખેંચ અનુભવતો હોય તેમ ચીમળાયેલો દેખાય છે. છોડના પાન પીળા પડી જાય છે. ધીમે ધીમે અથવા અચાનક છોડ સુકાઈ જાય છે. રોગિષ્ટ છોડના થડને ઉભુ ચીરીને જોતા મધ્યમાં રહેલ જલવાહિનીમાં કાળા અને ભૂખરા રંગની પટૃ જોવા મળે છે.
નિયંત્રણ: ભલામણ કરેલ સુધારેલી જાતો વાવેતર માટે પસંદ કરવી. રોગના નિયંત્રણ માટે બીજને કાર્બેન્ડાઝી ર ગ્રામ અને થાયરમ ૪ ગ્રામ એક કિલો બીજ પ્રમાણે માવજત આપીને વાવેતર કરવું. પાકની ફેરબદલી કરવી.
• જૈવિક નિયંત્રણ માટે ટ્રાઈકોડર્માં નામની ફૂગ વાવણી સમયે ચાસમાં પુરતો ભેજ હોય ત્યારે ર થી ર.પ કિ./હે. ૩૦૦ કિલો સેન્દ્રીય ખાતર કે દિવેલીના ખોળમાં મિશ્ર કરી આપવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે.
વામન છોડ વિષાણું (ચણા):
રોગના લક્ષણો:આ રોગ પાકની શરૂઆતની અવસ્થામાં આવી જાય તો છોડ કદમાં નાનો રહી જાય છે. બે ગાંઠ વચ્ચેનું અંતર ઘટી જાય છે. પાછલી અવસ્થામાં રોગ લાગે તો પાન પીળા અથવા ભૂખરા, તામ્ર રંગના થઈ જાય છે. પાન અને થડ બરડ અને જાડા થઈ જાય છે. મુળ કાળા થઈ જાય છે.
નિયંત્રણઃ
• રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
• રોગિષ્ટ છોડ ખેતરમાં દેખાય કે તૂરત જ ઉપાડી નાશ કરવો.
• આ રોગો મોલોમશી, સફેદમાખી જેવી રસ ચૂસતી જીવાતો મારફતે ફેલાતા હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. અથવા ઈમિડાકલોપ્રીડ ૪ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં મેળવીને જરૂરત મુજબ છંટકાવ કરવો.
નિંદણનાશક દવાના છંટકાવ સમયે
રાખવાની કાળજી: નિંદણનાશક દવા ખરીદતી વખતે તથા તેને વપરાશમાં લેતા પહેલા દવાના પેકેટ ઉપર છાપેલ ઉત્પાદન તથા તેની અવધિની વિગતો જેવી કે માસ અને વર્ષની ચોકસાઈપૂર્વક ખાતરી કરી લેવી. વાપરવાની અવધિ (એક્સપાયરી ડેઈટ) પૂરી થયેલ દવા વાપરવી નહિ કે ખરીદવી નહિ.
ભલામણ કરેલ નિંદણનાશક દવાનો જ જે-તે પાકમાં ઉપયોગ કરવો.
ભલામણ કરેલ સમયે જ નિંદણનાશક દવા છાંટવી.
ઉભા પાકમાં પાકની વૃદ્ધિની જે અવસ્થાએ નિંદણનાશક દવા છાંટવાની ભલામણ કરેલ હોય તે જ અવસ્થાએ છંટકાવ કરવો.
પોસ્ટઈમરજન્સ પદ્ધતિમાં નિંદણના છોડ ઉપર વધુ પ્રમાણમાં નિંદણનાશક દવા પડે તે રીતે છંટકાવ કરવો.
એક સરખા છંટકાવ માટે ભલામણ કરેલ પાણીના જથ્થાનો ઉપયોગ કરવો.
નિંદણનાશક દવાના પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહિ તેની ખાસ કાળજી રાખવી.
ભલામણ કરેલ હોય તો જ બે નિંદણનાશક દવા મિશ્ર કરીને છંટકાવ કરવો.
નિંદણનાશક દવાને નિંદણનાશક દવા સાથે મિશ્ર કરીને કયારેય છંટકાવ કરવો નહી.
વધુ પડતો કે તોફાની પવન હોય ત્યારે છંટકાવ કરવો નહિ.
સામાન્ય પવન હોય ત્યારે પંપની નોઝલ જમીનની નજીક રહે તે રીતે છંટકાવ કરવો.
ચાલુ વરસાદે નિંદણનાશક દવાનો છંટકાવ કરવો નહિ.
પ્રિ – ઈમરજન્સ પદ્ધતિમાં છંટકાવ કરતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જોઈએ.
એકસરખા છંટકાવ માટે ફ્લેટફેન નોઝલનો ઉપયોગ કરવો.
નિંદણનાશક દવા છાંટવા માટેની નોઝલનો ઉપયોગ સાફ કરી કરવો.
પાછા પગે ચાલીને જ નિંદણનાશક દવાનો છંટકાવ કરવો એટલે કે છાંટેલા ભાગ પર ચાલવું નહિ.
શરીરના કોઈપણ ભાગ ઉપર ઈજા થયેલ હોય તેવી વ્યકિતએ દવાનો છંટકાવ કરવો નહી.
નિંદણનાશક દવા છાંટનારે હાથ મોજા, એપ્રોન, બૂટ વગેરેનો ઉપયોગ કરવો.
નિંદણનાશક દવા છાંટતા પહેલા અને છંટકાવ બાદ દવા છાંટવાનો પંપ, નોઝલ તેમજ પંપની નળી જેવા ભાગોને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી બરાબર સાફ કરવા. શક્ય હોય તો સાબુના દ્રાવણથી સાફ કરી ચોખ્ખા પાણીથી પંપના તમામ ભાગો સાફ કરવા.
નિંદણનાશક દવાના છંટકાવ દરમ્યાન બીડી, તમાકુનો ઉપયોગ કરવો નહિ.
નિંદણનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેરેલા કપડા પણ સાબુ – પાણીથી ધોવા.
જંતુનાશક દવાઓનું ક્રિયા સ્થિતિ આધારે વર્ગીકરણ: ક) સ્પર્શધ્ન(સંપર્ક) જંતુનાશકોઃ આ પ્રકારનાં જંતુનાશકનાં છંટકાવ પછી જ્યારે જંતુ દવાના સંપર્કમાં આવે છે ત્યારે જંતુ ઉપર કાર્ય કરે છે.
જંતુનાશક ત્વચા દ્વારા જંતુનાં શરીરમાં ધાખલ થાય છે. કેટલાક ઉદાહરણો છે એન્ડોસલ્ફાન, મેલેથિયોન, ફેંવેલેરેટ.
બી) જીવાતના પાચનતંત્રને નુકસાનકારક કીટનાશકોઃ આ પ્રકારના રસાયણો ખોરાક સાથે ભળી કીટકનાં જઠરની અંદર જતા ઝેરી અસર ઉભી કરે છે. આવા રસાયણો વનસ્પતિ ઉપર એવી રીતે છાટવામાં આવે છે કે, જેથી તેની ઉપર નભતું કીટક તેને રસાયણ સાથે જ ખાઈ શકે. જીવાતના પાચનતંત્રને નુકસાનકારક અમુક ઝેર એ બેસિલસ થ્યુરિંજીનેસિસ જેવા બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત ઝેર છે. પાચનતંત્રને અસર કરતા કીટનાશક કલોરપાયરીફોસ, ક્વીનાલફોસ, એન.પી.વી., બેસીલસ થુરીન્જીન્સીસ વગેરે છે.
સી) શોષક (સ્થળાંતરીત) જંતુનાશકોઃ શોષક પ્રકારના જંતુનાશકોના છંટકાવ કાર્ય પછી સક્રિય તત્વ છોડના મૂળ દ્વારા શોષાયને છોડના અલગ અલગ ભાગોમાં પ્રસરેછે જેમ કે મુખ્ય વધતા ભાગો (છોડની ટોચ સુધી), જ્યાંથી તે છોડ-ખાવું જીવાતોને અસર કરી શકે છે. શોષક પ્રકારના જતુંનાશકો વનસ્પતિની લાક્ષણિકતાઓને આધારે ઝાયલેમ (જળ-સંચાલન પેશી) અથવા ફ્લોઇમ (ખોરાક સંચાલન પેશી) દ્વારા છોડમાં પરિવહન કરે છે. આવા કીટનાશકો ચુસીયા પ્રકારની જીવાતો સામે રક્ષણ આપે છે, જ્યારે જીવાતનું કુદરતી રીતે નિયંત્રણ કરતાં પરજીવી, પરભક્ષી તથા પરાગનયન કરતા કીટકોને નુકસાન કરતા નથી. દા.ત. ઈમીડાક્લોપ્રીડ, એન્ડોસલ્ફાન વગેરે.
ડી) ટ્રાન્સલેમીનાર (સ્થાનિક સ્થળાંતરીત) જંતુનાશકોઃ આ પ્રકારના જતુંનાશાકના છંટકાવ પછી પાંદડાની પેશીઓમાં પ્રવેશ કરે છે અને અંદરની બાજુ સક્રિય તત્વના :જથ્થો બનાવે છે. આ પ્રકારનાં જંતુનાશકો જીવાત અને પાનકથીરી કે જે ખોરાક તરીકે વનસ્પતિના પાન અને પર્ણસમૂહ પર નભે છે તેની સામે થોડા સમય સુધી રક્ષણ આપે છે. ટ્રાન્સલેમીનાર ગુણધર્મોવાળી જંતુનાશકો / કથીરીનાશક એબામેક્ટીન, પાઇરપ્રોક્સીફેન, ક્લોરફેનાપાયર, સ્પિનોસેડ અને એસીફેટ સામેલ છે. સામાન્ય રીતે, આ પ્રકારની જતુંનાશકો કરોળિયા અને / અથવા લિફ માયનેર સામે સક્રિય છે. કારણ કે સક્રિય ઘટક છોડની પેશીઓ (એટલે કે પાંદડા)માં ફેલાયેલો હોય છે. સ્પાઇડર જીવાતને નિયંત્રિત કરવા માટે આ સામગ્રીનો ઉપયોગ કરતી વખતે સંપૂર્ણ સ્પ્રે કવરેજ ઓછું જટિલ છે, જે સામાન્ય રીતે પાનની નીચેની બાજુથી ખોરાક લે છે.
ઇ) ફયુમીગંટ (ધુમકર) કીટનાશકોઃ ફયુમીગંટ કીટનાશકો એ વાયુયુક્ત જંતુનાશકો છે જે કોઇપણ પાકમાં, ઇમારતો અને એપાર્ટમેન્ટ,
આભાર – નિહારીકા રવિયા સ્ટોરેજ હાઉસ અને અન્ય વિવિધ જગ્યાઓએ જીવાતનું નિયંત્રણ કરે છે. આ પ્રકારના રસાયણો સામાન્ય તાપમાને વાયુરૂપમાં ફેરવાઈને કીટકોનાં શરીરમાં દાખલ થઇ તેઓને મારી નાખે છે, જેથી તેને ધુમકર કહેવામાં આવે છે. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, મિથાઈલ બ્રોમાઇડ, ક્લોરોપીક્રીન અને આયોડોફોર્મ એ ધુમકર કીટનાશકોના કેટલાક સૌથી લોકપ્રિય ઉદાહરણો છે. કેટલાક રસાયણોમાં ઉપરોક્ત કોઈપણ ગુણધર્મો સિવાય ધુમકરની ક્રિયા હોય છે ઉદાહરણ તરીકે ડીડીવીપી, લિન્ડેન, ક્લોરપાયરિફોઝ.
ધરૂવાડીયાની માવજત
• ધરૂ ઉછેર કરવામાં આવેલ કયારાને એગ્રોશેડ નેટ અથવા ડાંગરના પરાળનું ઢાંકણ કરી હળવું પિયત આપવું.
• જરૂરિયાત મુજબ ઝારાં કે ફુવારાની મદદથી પાણી આપતા રહેવું.
• બીજનો પૂરતો ઉગાવો થયા બાદ ૪ થી ૫ દિવસ પછી ઘાસ/એગ્રોનેટનું આવરણ દુર કરવું, કયારામાં રહેલ ઘાસ કચરાને બરાબર વીણી સાફ કરવા.
• કયારા સાફ કર્યા પછી મેટાલેકસીલ એમ ઝેડ (રીડોમીલ) ૨ ગ્રામ / ૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો જેથી ધરૂના કોહવારાનું નિયંત્રણ થઈ શકશે.
• એગ્રોનેટનો ઉપયોગ કરવાથી જમીનમાંથી ભેજ ઊડતો નથી, જેથી એકાંતરે દિવસે બપોર પછી પાણીનો છંટકાવ કરવો.
• ચોમાસા દરમ્યાન જયારે વરસાદ હોય ત્યારે પાણી ભરાઈ ન રહે તે માટે કયારાની પાળી ઉપર ખરપડીની મદદથી થોડા અંતરે નીકો કરવી.
• ૩૦-૩૫ દિવસની ઉમરના ધરૂનો ફેરરોપણી માટે ઉપયોગ કરવો.
ભેસોમાં દોહન સમયે માવજત સંબંધી બાબતો
(૧) ભેંસોમાં દર ૧૨ કલાકે (સવાર-સાંજ) નિયમિત દોહન કરવું. અનિયમિતતાના કારણે દૂધ ઉત્પાદન અને ફેટમાં વધઘટ શક્ય છે.
(૨) સંપૂર્ણ દોહન કરવાનો આગ્રહ રાખવો. શરૂઆતની બે-ત્રણ દૂધની શેડમાં જંતુઓનું વધુ પ્રમાણ હોવાથી દૂધના વાસણમાં ન લેતાં બહાર જતી કરવી. જયારે દોહનના અંતે (ડબકા) વધુ ફેટનું પ્રમાણ રહેતું હોવાથી પૂર્ણ દોહન કરવું.
(૩) અધુરા દોહનથી આઉમાં દૂધ રહી જવાના કારણે (ક) જંતુજન્ય રોગ લવાની શકયતા વધે છે (ખ) આઉમાં દબાણ વધતા દૂધના આંતરિક સ્ત્રાવમાં ઘટાડો થાય છે. જો આ અધૂરૂ દોહન દરરોજ થાય તો ભેંસ વહેલી વસુકી જાય છે.
(૪) ભેંસોમાં આંચળને અંગૂઠા વડે દબાવી કદાપી દોહન કરવું નહી. આથી આંચળને ઈજા થઈ રોગ થવાનો સંભવ છે.
(૫) ભેંસ તથા પાડીઓને દ૨રોજ એક વખત હાથિયો કરવાથી શરીરમાં લોહીનું ભ્રમણ વધશે. જાનવર સ્ફૂર્તિલું થશે તેમજ પાકા વાળ અને ભીંગડા ખરી જવાથી ચોખ્ખું દૂધ ઉત્પાદન મળશે.
(૬) દૂધ દોહન વખતે દોહનાર વ્યકિત શકય હોય ત્યાં સુધી બદલવી નહી. આ વ્યક્તિ તંદુરસ્ત, નખ કાપેલા તથા માથે કપડું બાંધેલી હોવી જોઈએ. દોહન સમયે બીડી/સિગારેટ પીવા નહી. ટીબી વાળા ઢોર તથા મજૂર રાખવા નહી અન્યથા રોગ ફેલાવાનો ભય રહે છે.
(૭) દોહન સમયે અજાણી વ્યકિત કે કૂતરાઓનું ભસવું કે કોલાહલના કારણે ભેંસો ભડકે છે અને જલ્દી પાનો મૂકતી નથી માટે આ બધી બાબતોનું ધ્યાન રાખવું.













































