અમરેલી જિલ્લામાં તા. ૧૪ નવેમ્બરથી મતદાર યાદી સુધારણા ઝુંબેશનો શુભારંભ કરવામાં આવશે. ઝુંબેશ અંતર્ગત સંબંધિત બી.એલ.ઓ. જે-તે વિસ્તારના મતદાન મથક ખાતે તા. ૧૪-નવે., તા. ર૧-નવે., તા. ર૭-નવે. તથા તા. ર૮-નવે.ના રોજ ઉપસ્થિત રહેશે. વધુમાં લોકો ઓનલાઇન માધ્યમથી પણ ફોર્મ નં. ૬ ભરી શકે છે. વધુ સહાયતા માટે ભારતના ચૂંટણીપંચના ટોલ ફ્રી નં. ૧૯પ૦ પર ફોન કરી વિનામૂલ્યે સહાયતા મેળવી શકાશે. જિલ્લાના તમામ ૧૮ થી ૧૯ વય જૂથના યુવા મતદારો તથા જે મતદારોના નામ હજુ સુધી મતદાર યાદીમાં નોંધાયેલા નથી તે તમામને મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં. ૬ ભરવાનું રહે છે.