સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ લિંક વર્કર સ્કીમ-અમરેલીના સ્ટાફ દ્વારા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામલોકોને તાવ, શરદી, ઉધરસ, સામાન્ય રોગો તેમજ HIV, ક્લિનિક, RPR, હિપેટાઈટીસ, HB, સુગર, BP માપન તેમજ અન્ય તકલીફ માટે નિદાન કરી આપવામાં આવ્યું હતું. તેમાં કુલ ૮૨ HIV ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે ૦૩ STI પોઝિટિવ કેસ આવ્યા હતા. LWs સ્ટાફમાંથી DRP- ધ્રુવીબેન, ZS – હરેશભાઇ અને વૈભવીબેન તેમજ તૌફીકભાઈ,જાકીરભાઈ,મુસ્તાકભાઈ હાજર રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવામાં DTHO કુરેશી, સરપંચ,PHC જીરાનો સ્ટાફ તેમજ ડા. વિરમ અને ડા. નીતિન તેમજ સનરાઈઝ ફાઉન્ડેશનમાંથીઇઉ, કાઉન્સેલર તેમજ ORW કાઉન્સેલર  તેમજ ICTC કાઉન્સેલર સાવરકુંડલાનો સપોર્ટ મળેલ હતો.