અમરેલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ભારતના મહિલા પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દીરા ગાંધીની પુણ્યતિથિ નિમિતે અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવારના અગ્રણીઓએ બંને મહાનુભાવોને યાદ કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ શંભુભાઈ દેસાઈ, અર્જુનભાઈ સોસા, ટીકુભાઈ વરૂ, કે.કે. વાળા, જમાલભાઈ મોગલ, જયુભાઈ ઠુંમર, ફિરોજભાઈ મોગલ, વસંતભાઈ કાબરીયા તથા અન્ય કોંગી અગ્રણીઓ હાજર રહ્યા હતા.