વડીયામાં બે નંબરી ઘઉંની હેરાફેરી ચાલતી હોવાની બાતમીના આધારે ઇન્ચાર્જ મામલતદારે ચકાસણી હાથ ધરી હતી. ચકાસણી દરમિયાન અમરનગર રોડ પર ઘઉં ભરેલી એક રિક્ષાને અટકાવવામાં આવી હતી. તપાસમાં રિક્ષામાં લગભગ ૧,૧૦૦ કિલો જેટલો બે નંબરી ઘઉંનો જથ્થો મળ્યો હતો. ગેરકાયદે હેરાફેરી થતો આ જથ્થો કબ્જે લઈ રિક્ષાને સરકારી ગોડાઉન ખાતે ખસેડી સમગ્ર અનાજ ઉતારવામાં આવ્યું હતું. સરકાર તરફથી ગરીબ પરિવારોને આપવામાં આવતા અનાજનું વેચાણ માટે ગેરમાર્ગે જતું હોવાના બનાવો સામે આવતા આવા તત્વોમાં ચકચાર મચી ગઈ છે. અધિકારીઓ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.