લાઠી મુકામે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના દિવ્ય આશીર્વાદ હેઠળ અર્હમ યુવા સેવા ગ્રુપ (રાજકોટ) અને લાઠી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતુ. લાઠી માર્કેટયાર્ડ ખાતે ગરીબ અને વિધવા પરિવારોને સહાયરૂપે કુલ ૧૦૦ કબાટ-તિજોરીનું વિતરણ કરાયું હતું. આ સેવાકાર્યમાં જ્ઞાતિ-જાતિના કોઈ પણ ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદ પરિવારને આવરી લેવાયા હતા. બંને ગ્રુપના યુવા સભ્યોએ આ માનવસેવાના કાર્યમાં તન-મનથી યોગદાન આપ્યું હતું.







































