રાજુલાના ધોળીયા ડુંગર પાસે ‘મારા ઘર પાસે કચરો કેમ નાખો છો’ કહેતા બિભત્સ ગાળો આપી હતી. તેમજ જાનથી મારવાની પણ ધમકી આપી હતી. બનાવ અંગે મંગાભાઇ ભાણાભાઇ ગુજરીયા (ઉ.વ.૫૭) એ ભરતભાઇ બાલુભાઇ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદ દેવુબેન બપોરના આશરે ચારેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે હાજર હતા તે વખતે તેની પાડોશમાં રહેતા આરોપીએ તેમના ઘર પાસે સાર્વજનિક જગ્યામાં આવી ‘મારા ઘર પાસે કચરો કેમ નાખો છો’ તેમ કહ્યું હતું. જેથી તેમણે કહ્યું કે ‘અમે અહીં કચરો નાખતા નથી અમે તો કચરા ટોપલીમાં કચરો નાખીએ છીએ’ તેમ કહેતા આરોપીને સારૂ નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ બિભત્સ ભાષામાં ગાળો આપી તેમના શર્ટનો કાંઠલો પકડી શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ લોખંડના પાઇપ વડે જમણા પગના સાથળના ભાગે તથા વાંસાના ભાગે એક ઘા મારી મારી મુંઢ ઇજા કરી હતી. તેમના પત્ની સાહેદ દેવુબેન બચાવવા વચ્ચે પડતાં તેઓને શરીરે મુંઢમાર મારી તથા જમણા હાથમાં લોખંડના પાઇપ વડે મુંઢ ઇજા કરી હતી અને જતાં જતાં બન્નેને ‘હવે પછી કચરો નાખશો તો જીવતા નહીં રહેવાં દઇએ’ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


































