પરમાત્માએ આ સમગ્ર સૃષ્ટિમાં એક તણખલું પણ વ્યર્થ બનાવેલ નથી. પ્રભુની સૃષ્ટિમાં જે કાંઈ છે તે કોઈને કોઈ રીતે ઉપયોગી છે. વસુંધરાનું વ્હાલ બે રીતે વ્યકત થાય છે. વૃક્ષો દ્વારા તન મનને છાંયો આપીને શાંતિ આપે છેને કાનને કલરવસ્વરૂપે પુષ્ટિ આપે છે. જે વ્યકિતને કલરવથી એલર્જી હોય તેના જેવો દરિદ્ર માણસ જગતમાં બીજો કોઈ નહી હોય.
બાવળના વૃક્ષને અસંખ્ય લોકો ઓળખે છે તેના ફાલ પર પશુઓનો નિભાવ થતો હોય છે. સૂકા દુષ્કાળમાં જયારે પાણી વિના અસંખ્ય વૃક્ષો સુકાતા જાય છે ત્યારે બાવળ સુકાતો નથી બાવળના વૃક્ષો,વનો,વનો ઠેર ઠેર જોવા મળે છે. કચ્છીમાં બાવરલ, બાવરજો, હિન્દીમાં બબૂલ, તામીલ ભાષામાં કારૂચેલમ, લેટીનમાં અકેશિયા તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્ર-કચ્છ જેવા ઓછા વરસાદવાળા પ્રદેશમાં ધેટા, બકરા, ઉંટ આદિ પ્રાણીઓ માટે બાવળના પરડા કે ફળીઓ ચારા માટે ખૂબજ ઉપયોગી છે. દાંતની માવજત માટે દેશી બાવળ ખૂબજ ઉપયોગી છે તેમાં બેકટેરીયાનો નાશ કરવાનો ઉમદા ગુણધર્મ છે.
કચ્છના સુવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી શ્રી જયકૃષ્ણ ઈન્દ્રજીએ ” કચ્છ સંસ્થાનની વનસ્પતિઓ” નામનું એક સુંદર પસતક પ્રગટ કરેલું છે. તેમને ઈસ.૧૮૮૭-૮૮ માં પોરબંદર સ્ટેટ દ્વારા ‘ પ્રેકટીકલ ફોરસ્ટી’ માટે મુંબઈ, પૂના, થાણા આદિ સ્થળે મોકલવામાં આવેલા. તે સમયે ઉતર થાણાના ડીવીઝનલ ફોરેસ્ટ ઓફિસર એ.ડી.વિલ્ફીન્સ હતા તેમને ત્યાંના જંગલોમાં સાગ, વાંસ, બાવળ આદિ
વૃક્ષોની સવિસ્તાર માહિતિ તથા બાવળની રોપણી, ઉછેર, માવજત, ઉપયોગીતા વગેરે સવિસ્તાર માહિતિ જયકૃષ્ણ ઈન્દ્રજીએ આપેલ.
સામાન્ય રીતે બાવળ ઉછેરીને ૧૫ થી ૨૦ વર્ષે એક દળદાર વૃક્ષ બની જવા પામે છે. જયાં જમીન કાળી હોય, વરસાદનું પાણી જયાં થોડું ભરાઈ રહેતું હોય ત્યાં બાવળ સારો ઉગે છે. બાવળનું લાકડું ફિકકા રાતા રંગનું થાય છે. તે જયારે જુનું થાય ત્યારે કાળું થઈ જાય છે. બાવળના લાકડાને પાણીમાં પલાળી રાખવાથી તે ઘણું ટકાઉ અને મજબુત થાય છે. એક કયુબીક ફીટે તેનું વજન પ૪ રતલ વધે છે. બાવળની છાલ, ફળીઓ, બીજ, થડ, પાન આદિ વ્યાપક રોજગારી બક્ષે છે. દુષ્કાળમાં લોકો અને પશુઓ માટે જીવાદોરી છે. બાવળની સૂકી ફળીઓ ઢોર ઢાંખર અને લોકો પણ ખાય છે. બાવળની છાલનો લોટ બનાવી બાજરીના લોટ સાથે મિકસ કરી લોકો ખાય છે. કચ્છમાં રતનાલ પાસે નિંગાળ ગામે બાવળનું મોટું વન હતું.
છપ્પનીયા દુષ્કાળ સમયે કચ્છના મહારાજે આ વનમાંથી બાવળ કાપી મનૃષ્યો તથા પશુઓ માટે ઉપયોગમાં લેવા છુટછાટ આપેલી. બાવળના લાકડામાંથી દેશી તેલની ઘાણી, ખેતીવાડીના ઓજારો, પશુઓને બાંધવાના ખીલા,ગાડાના આરા વગેરે બને છે. બાવળનો ગુંદર પ્રસિધ્ધ છે. પંડિત ભાવમિશ્ર લખે છે કે બાવળનો ગુંદર તલ સાથે ખાવાથી વાના દદ મટે છે. બાવળના બીજનું વસ્ગાળ ચૂર્ણ મધ સાથે લેવાથી ભાંગેલા હાડકા સંધાઈ જાય છે. પાકા બાવળની છાલ તો કપડા રંગવામાં પણ ઉપયોગી છે. બાવળનું લાકડું સખત હોઈ તેમાંથી કોલસા બનાવવામાં આવે છે. મૈસુરમાં બાવળની છાલમાંથી ખાસ અર્ક બનાવવામાં આવે છે. બાવળના પરડાના ભુકામાં હીરાકશી ભેળવી સ્યાહી બનાવાય છે. સિંધમાં બાવળની ડાળી પર લાખની જીવાત ચોટે છે. આમ ત્યાં બાવળમાંથી લાઈટ મળતી થઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છ માટે તો બાવળ વૃક્ષ આશીર્વાદ સમાન છે કચ્છમાં સ્વરોજગારી ક્ષેત્રને વિકસાવવા બાવળનું
વૃક્ષ વૃધ્ધિ અત્યંત ફળદાયી બની રહેશે. પ્રસિધ્ધ વૈધ લાલદાસજીએ જણાવેલ કે કમળાના રોગમાં દરરોજ પીળા કલરના બાવળના ફ્‌લ વીસ ગ્રામ તથા તેટલીજ સાકર પાંચ દિવસ સુધી દર્દીને આપવાથી કમળો મટે છે. તેમજ દેશી બાવળના લીલા પરડાનું શાક ગાયના ઘીમાં બનાવવું તથા તેની સાથે ચણાના લોટની રોટલી કે ભાખરી ૩૦ દિવસ સુધી સવાર સાંજ ડાયાબીટીસના દર્દીને ખવડાવવામાં આવે તો ગમે તેવો ડાયાબીટીસ મટે છે. આમ બાવળમાં અસંખ્ય ઔષધિય ગુણો છે. પરમાત્માએ અનેક પ્રકારે કૃપા કરેલ છે, બાવળ તેમાનું એકવૃક્ષ છે.