દીકરી એટલે વ્હાલનો દરિયો અને કાળજાનો કટકો છે. દીકરી એટલે પિતાનો શ્વાસ અને વાત્સલ્યની મૂર્તિ છે. દીકરી બાપને સૌથી વધારે વ્હાલી હોય છે. દીકરી તો તુલસીનો ક્યારો અને પરિવારનો આધારસ્તંભ છે. જેના ઘરમાં દીકરી નથી તે મકાન છે. પિતાજી નોકરી ધંધાથી ઘરે પરત આવે અને ઘરમાં પપ્પા આવ્યા તેવા મીઠા રણકારથી ઘરનું ભાવાવરણ આનંદસભર બની જાય છે. બાપ દીકરીના ચહેરાને જાઇને દુનિયાના તમામ દુઃખ, દર્દ ભુલી જાય છે. અનેક ટેન્શન અને ચિંતામાંથી મુક્તિ આપતું સાક્ષાત દેવીનું સ્વરૂપ એટલે દીકરી.
આર્ય સમાજથી લગ્નસબંધ એક સંસ્કાર છે. દીકરીને વિદાય કરતો બાપ, હૃદય પર પહાડ મૂકીને દીકરીને વિદાય આપતો બાપ લોહીના આંસુએ રડે છે. દીકરીની મમતા – સ્નેહ અને પ્રેમને વિદાય આપતા પિતાશ્રી પોતાના કાળજાના કટકાને રવાના કરતાં સહૃદય વ્યથા અનુભવે છે.
દીકરી એટલે પ્રેમનો સાગર. દીકરી સૌની વ્હાલી લાગતી હોય છે. ઇશ્વરે દીકરીઓમાં જન્મથી જ મમતા છલોછલ ભરીને આપી હોય છે તેના ઉછેરમાં તમે ધ્યાન આપો કે ન આપો પણ તેની અંદર જે વાત્સલ્ય છે તે તમને હંમેશા મળતું રહેશે.
પિતાજીને દીકરી એટલું કહે કે દવા લઈ લીધી? ત્યાં તો પિતાનું અડધું દર્દ આપમેળે ઓછું થઇ જાય છે. દીકરી બાપનું કુળ ઉજાગર કરે છે. બે કુળને તારવે છે. જેના ઘરમાં દીકરી છે ત્યાં સદાય લક્ષ્મી અને સરસ્વતીનો વૈભવ છે. માણસ ત્યારે જ સામાજિક બને છે જયારે તેના ઘરે દીકરી હોય છે. તેને સમાજના વ્યવહાર દીકરીના કારણે જાણવા અને કેળવવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થાય છે. દીકરીને સાસરીએ વળાવતા બાપની મનોવેદના અને દિલની વ્યથા શીખવા માટે મળે છે. બાપ બનવાનું સદ્‌ભાગ્ય નસીબદારને મળે છે. દીકરી તો કુળનો દીપક છે જે બે કુળને પ્રકાશિત કરે છે. દીકરીના આગમનથી ઘરમાં લક્ષ્મીનો આવિર્ભાવ થાય છે. દીકરીને જેટલું આપીએ તેટલુ ઓછું પડે. આજે સમાજમાં માતા – પિતાની સૌથી વધારે સેવા – ચાકરી દીકરીઓ કરી રહી છે. કેટલાક કહેવાતા દીકરાઓ વહુના પગલે ચાલી મા- બાપને વૃધ્ધાવસ્થામાં તગેડી મૂકે છે તેવા કિસ્સાઓ પણ સમાજમાં ઓછા નથી બનતા. ૯૦ ટકા દીકરીઓ સમજુ હોય છે, દસ ટકાના લીધે સમાજમાં આવી બિનસામાજિક ઘટના બને છે. અહીંયા તો સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બની જાય છે.
હું ધો.૧૦-૧રના ધોરણની દીકરીઓને મારા લેકચરમાં ઉપરોક્ત વાત અચૂક કરૂં છું તમે મારી ભણાવેલી દીકરીઓ છો. તમે સાસરીમાં સાસુ- સસરા અને તેના પરિવારની સેવા કરજા અને તમારા મા- બાપનું નામ રોશન કરજા. દુઃખ પડે તો ડરતી નહિ અને સુખી હોય તે છલકાતી નહિ. સંસ્કાર અને શિક્ષણને હંમેશા કેન્દ્રસ્થાને રાખજા, મોબાઇલનો ઓછો ઉપયોગ કરજાે અને સહનશીલતાની મૂર્તિ બનજા જેથી તમારો સંસાર સુંદર ચાલે બાપને બે વખત રડાવવો હોય તો પાછી આવજા. આટલા માર્મિક વાક્યમાં તે મારી શાળાની દીકરીઓ સમજી જાય છે.
દીકરીઓને શિક્ષણ અને સંસ્કાર આપવાની જવાબદારી માતા – પિતાની છે. હજુ અંધશ્રધ્ધા અને દીકરી – દીકરાના ભેદભરમ જાવા મળે છે. આજે ચૂલાથી સંસદ સુધી દીકરીઓ પહોંચી છે. જે સર્જન કરી શકે તે શું ના કરી શકે ? આ પૃથ્વી પર જન્મ આપનાર આપણી માતા – સ્ત્રી છે. પ્રથમ તે દીકરી છે ત્યારબાદ તે માતા બને છે.
પરિવારનો વૈભવ – આનંદ અને ઉલ્લાસ દીકરી છે. જેના ઘરમાં સ્નેહનું ઝરણું સતત વ્હાલથી વહેતું હોય છે તે દીકરીના પ્રતાપે હોય છે. દીકરી તો ર૦ થી રપ વર્ષ બાપના ઘરે રહે છે ત્યારબાદ લગ્ન કરીને સાસરીએ જતી રહેતી હોય છે ત્યારે દીકરીને અતુલ્ય પ્રેમ અને સ્નેહ આપો. તેની તમામ ખુશી પૂર્ણ કરો. બાપને દીકરી વ્હાલી હોય છે કેમ કે તેના દરેક શ્વાસમાં પિતાનો અણમોલ પ્રેમ વહી રહ્યો હોય છે. પિતાને ફોન પર વાત કરે કે પપ્પા કેટલે પહોંચ્યા આટલા વાક્યમાં બાપની ઊર્જા શક્તિ પુનઃ જાગૃત થઇ જાય છે. દીકરી તો દીકરી છે. આ સંસારનો મહાસાગર છે. દીકરીના દર્શન કરવાથી ચારે ધામની યાત્રા જેવી અનુભૂતિ થાય છે. એટલે દીકરી – લક્ષ્મી – સરસ્વતી અને દુર્ગા છે.