કોડીનાર તાલુકાના ડોળાસા ગામે હલદીઘાટીથી આવી પહોંચેલી ગૌ પર્યાવરણ અને આધ્યાત્મિક ચેતના પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ગામ આગેવાનો, લોકો વિશાળ સંખ્યામાં જાડાયા હતા. બાદમાં પીઠડ મંદિરે યોજાયેલ ચેતના શિબિરમાં ગુરૂમાતાએ માનવ જીવનમાં દેશી ગાયનું મહત્વ સમજાવ્યું હતું. ગુરૂમાતાએ જણાવ્યું હતુ કે, ગાયના દૂધથી લઈ મળ-મૂત્ર પણ માનવ જીવન માટે અતિ લાભકારી હોય અને ગાય માતામાં દેવતાઓનો પણ વાસ છે. ત્યારે ગાય દૂધ દેવાનું બંધ કરે તો રેઢી છોડી નહિં મૂકતા તેની જીવન પર્યંત સેવા કરવા અપીલ કરી હતી. ૨૦૧૩માં હલ્દીઘાટીથી નીકળેલી આ યાત્રા ૩૧ વર્ષ સુધી ભારત ભ્રમણ કરશે અને યાત્રા દરમિયાન કોઈ દાન ધર્માદો સ્વીકાર કરવામાં આવાતો નથી.