ઝારખંડના પંચાયતના પરિણામ જોહેર થયા છે આ ચુંટણીના પરિણામ ચોંકાવનારા આવ્યા છે અને અનેક સમીકરણ તુટયા છે અને દિગ્ગજ નેતાઓને પરાજયનો સામનો કરવો પડયો છે. આ ઉપરાંત પરિવારવાદને જનતા નકારી દીધો છે. ખુંટીથી સાત વાર સાંસદ રહેલ પૂર્વ લોકસભાના ઉપાધ્યક્ષ કરિડા મુંડાના પરિવારના બે સભ્યો ચુંટણી લડી રહ્યાં હતાં પરંતુ બંન્ને સભ્યોને હારનો સામનો કરવો પડયો છે. કડિયા મુંડાનો નાનો પુત્ર અમર મુંડા જીલ્લા પરિષદના સભ્ય પદ પર કિસ્મત અજમાવી રહ્યાં હતાં પરંતુ તેમને હારનો સામનો કરવો પડયો હતો જયારે તેમની પુત્રવહુ અને ખુંટી તાલુકા પ્રમુખ રૂકમિલા સારૂને પણ મતદારોએ નકારી દીધા છે.
પરિવારવાદને નકારતા જનતાએ સરાઇકેલમાં પણ જનાદેશ આપ્યો છે.અહીં સત્તાધારી પક્ષના ધારાસભ્ય દસરથ ગાગરાઇની પત્ની બસંતી ગાગરાઇને પણ હારનો સામનો કરવો પડયો છે. આ ઉપરાંત પોતાની કિસ્મત અજમાવી રહેલ ચામી મુર્મૂને પણ જનતાએ આ વખતે નકારી છે. ચામી કોઇ મોટા પરિવાર સાથે સંબંધ ધરાવતી ન હતી પરંતુ લાંબા સમય સુધી સમાજ માટે કામ કરી રહી હતી તેને રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળી ચુકયો છે.આંદોલન દરમિયાન અનેક લોકોએ તેને સમર્થન આપ્યું હતું પરંતુ તેમના પક્ષમાં મતદાન કર્યું ન હતું.