સાવરકુંડલા ખાતે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઇ પાનસુરીયાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા બીએપીએસ બાળ મંડળ દ્વારા વ્યસનમુક્તિ રેલી યોજાઇ હતી. આ રેલીમાં વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો તેમજ બાળકીઓએ જુદા-જુદા પોસ્ટરો દ્વારા વ્યસનમુક્તિ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવો ઉમદા પ્રયત્ન કર્યો હતો. આ સાથે રેલીમાં ૧૦૦ જેટલી બાઇક પણ જાડાઇ હતી. આ વિશાળ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ઉલ્લેખનીય છે કે, બીએપીએસ સંસ્થા દ્વારા વેકેશનના સમયગાળા દરમિયાન ઠેરઠેર વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.