અમરેલી જિલ્લાની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વ્યવસાયો માટે એડમિશનના પાંચમા તબક્કાની કાર્યવાહી તા.૧૫/૧૧/૨૦૨૧ સુધી થનાર છે. જેમાં સંસ્થા ખાતે ખાલી રહેલ બેઠક માટે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન માટે તા.૧૫/૧૧/૨૦૨૧ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.