જાફરાબાદ વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ લિ.ના નર્મદા સિમેન્ટ-જાફરાબાદ વર્કસ યુનિટ દ્વારા આજે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ કચરાને અલગથી એકઠો કરવા અંગે જાગૃકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપની દ્વારા આજુબાજુના વિસ્તારમાં કર્મચારીઓની ભાગીદારીથી ૧પ૦ કિલો જેટલો પ્લાસ્ટિક વેસ્ટ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. એકત્રિત થયેલા વેસ્ટ કચરાને નર્મદા સિમેન્ટ જાફરાબાદ ખાતે ઈંધણ તરીકે કિચનમાં નાશ કરવામાં આવશે. આ તકે કંપનીના એફએચ(ટેકનિકલ), એફએચ(એચઆર), ડીએચ(ઈઆર),સી.એસ.આર.ટીમ તથા કંપનીના અન્ય કર્મચારીઓ જાડાયા હતા.