જાફરાબાદના મીઠાપુર ગામે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું. આ અંગે ઉનામાં રહેતા દિલીપભાઈ નારણભાઈ શિયાળ (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, તેમના ભત્રીજા અશ્વિનભાઈ કનુભાઈ શિયાળ (ઉ.વ.૨૦)એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું.