આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જાફરાબાદ તાલુકાના ગામોમાં પીએમ જય કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં આરોગ્ય સ્ટાફ અને આશાબહેનો દ્વારા પીએમ જય કાર્ડ માટે લાયક કુટુંબોના સ્થળ પર જ તલાટી કમ મંત્રી દ્વારા આવકના દાખલા કરાવી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરાવી કામગીરી કરવામાં આવી હતી. હજુ પણ આગામી ૧૦ દિવસ કામગીરી શરૂ રહેનાર હોય, બાકી રહેતા લોકો લાભ લઇ શકે છે.